Maulik na Vicharo
These are my own vicharo.
Wednesday, November 5, 2014
છંદ
આ બ્લોગ નાં
મારા વિચારો
દોહરા / મંદાક્રાંતા
છંદ માં લખાયેલ
છે.
કાર્ય
કાર્ય એવું જ કરવું
પસ્તાવવું ના પડે,
ભૂલ થી ભૂલ થાય તો
રસ્તો પણ તરત જડે.
યુધ્ધ
ચાલે યુધ્ધ, મન જગત માં, એક સાથે અસંખ્ય.
kabir
હાથ વણે ચાદર અને
મનડું જપે ઈશ્વર,
સંસાર માં રહી અને
જ સંત થયા કબીર.
Tuesday, November 4, 2014
તબીબ જન
તબીબ જન તો તેને રે કહિયે,
જે પીડ પરાઈ જાણે રે,
સ્વ ખર્ચે ઉપચાર કરે તોયે,
મન અભિમાન ન આણે રે.
Sunday, November 2, 2014
ઘટના
નદી મળે સાગર ને
નિત્ય ક્રમ કહેવાય,
સાગર મળે નદી ને
તેને ઘટના કહેવાય.
સાથ સંગાથ
સાથ સંગાથ તફાવત,
છે માત્ર અક્ષર એક;
સાથ આપશે હરએક,
સંગાથ માત્ર એક.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)