Saturday, September 1, 2018

રશ્મિ

રશ્મિ 

ભરાઈ ગઈ છે 
અંધકાર સમી 
નફરત એટલી બધી 
આજે સહુનાં 
દિલોમાં કે,
હવે 
હું 
આવતીકાલે
ઉગીશ નવો સૂરજ 
થઇ ને..
અને પછી 
ફેલાવીશ પ્રેમરશ્મિ..
ને 
આ લાલચોળ  રશ્મિઓથી 
ભસ્મીભૂત કરીશ 
આ 
નફરત 
સહુની.


આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

તિમિર

તિમિર 


ઘેરાશે જો વાદળ તો,
      વરસાદ પણ પડશે ને.
ફેલાશે જો તિમિર તો,
      વિજળી પણ ચમકશે ને.
આવશે આશાનું એક કિરણ તો,
       ઘોર નિરાશા દૂર થશે ને.
ચિંતાના વાદળ વિખરાશે તો,
       સુખનો સૂરજ ઉગશે ને.


આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

હવા

હવા 


અરે...
આ 
હવા 
તો 
ફેફસાંમાં જાય છે...
તો 
પછી 
દિમાગમાં 
કઈ રીતે 
ભરાઈ 
જાય છે?


આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

ચિંતન

ચિંતન 

મુક્તક 


ચિંતા કરતાં ચિંતન કરવું,
ચિંતન કરતાં એક્શન ભલું,
એક્શન માં પેશન ઉમેરવું;
રોજ નવું નવું સર્જન કરવું.


આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

મૈત્રી

મૈત્રી 


મિત્રો ઘણાંબધાં હતાં...
કોલેજ અવસ્થામાં...
પણ, 
લગ્ન થયાં બાદ..
સહુ સંસારની 
જવાબદારીમાં 
એટલા બધાં ખુંપી ગયા 
કે...
પછી...
તમે નહીં જ માનો...!
કે..
મેં 
મારી 
પત્ની 
સાથે 
મૈત્રી 
કરી 
લીધી!

આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

શીતળ

શીતળ 


આજ ની પેઢી છે 
ફ્રીજ નું કોલ્ડ વોટર 
ને 
જૂની પેઢી તે 
માટલાનું શીતળ જળ..
બંને
પેઢી 
વચ્ચે છે.. 
બસ 
આટલું જ 
અંતર....
ને..
ચાલશે 
આ સરખામણી 
આમ જ 
નિરંતર....

આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

ઉર્મિલા

ઉર્મિલા 

ચતુર કરો વિચાર.

જો 
લક્ષ્મણ 
ઉર્મિલાને 
વનમાં સાથે 
લઈ ગયો 
હોત...
તો 
રામાયણ 
થાત ??


આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971