Saturday, September 1, 2018

બાળક

🙎‍♀ બાળક 🙎‍♂


બાળક વિચાર કરે.....
મોટો થઈશ ને પછી...
સાચું સાચું ઘર ઘર રમીશ...
બંગલો અને ગાડી લઈશ...
પછી ગાડીમાં ઓફિસ જઈશ..
બધા પર રોફ કરીશ..
હું મોટો માણસ બનીશ...
બધા મને માન આપશે...
...
...
અપમાન સહન કરી કરીને 
થાકી ગયેલા મોટાઓ વિચારે..
શા માટે મોટા થઇ ગયા?
આખો દિવસ ભાગાદોડી..
આખો દિવસ જવાબદારી- જવાબદારી રમવાનું!!!!
નાના બાળક જ રહ્યાં હોત તો..
કેટલું સારું હોત  !!!


આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
Inspirationalaudios.blogspot.com

સાજન

 સાજન 

સાજન સાથે સાત ફેરા ફર્યા પછી,
સાજનનાં ઘરે આવેલી સજનીએ 
"હવે થી આજ મારું પીયર" એમ કહી ને....
કંકુ થાપા કરીને ગૃહ  પ્રવેશ કર્યો.
ને..
તરત જ તેજ ક્ષણે જાદુ થયો,
સજની ની હસ્તરેખાની છાપ જેવી દિવાલ પાર લાગી ને...
એના હાથની તકદીરની લકિરોએ 
એમના ગૃહ જીવનની તસવીર બદલી નાખી!
પછી બન્નેં એ..
ખાધું, પીધું ને રાજ કર્યું.


આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971

સ્મશાન

/સ્મશાન /

આન,
બાન,
શાન,
માન,
અપમાન,
સ્વમાન, 
અભિમાન,
દેહાભિમાન;
આ 
બધું 
જ્યાં 
એકસાથે 
ભડકે 
બળે 
તે 
આ 
સ્મશાન.


આભાર, 
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
mauliknavicharo.blogspot.com
inspirationalaudios.blogspot.com

કંકુ

કંકુ  

સાસરું મારું
ઘર, સહી કરી ત્યાં
કંકુ થાપાથી; 

લાગી કન્યાની 
ભાગ્યરેખા ઘરને 
કંકુ થાપાથી;

ઘર એમનું 
બન્યું રાજમહેલ
કંકુ થાપાથી.


આભાર, 
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

મુસાફર

  / મુસાફર   /

હાઈકુ 

અનંતનો હું 
મુસાફર, મૃત્યુએ
રોક્યો છે અહીં.


આભાર, 
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

કાયા

/ કાયા  /

હાઈકુ 

આત્માની વાટે 
કાયાનું આ કોડિયું 
ફેલાવે તેજ.


આભાર, 
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

ચંચળ

ચંચળ  

હાઈકુ 

ક્ષણે ક્ષણે આ
ચંચળ કુદરત 
બદલે રંગ.


આભાર, 
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com