Saturday, September 1, 2018

ગોવિંદ

ગોવિંદ


હે  
ગોવિંદ 
તમે ક્યાં છો..?
દ્રૌપદીનાં ચીર પુર્યા 
બાદ 
તમે કેમ હવે પૃથ્વી પર 
કેમ પધારતાં  નથી?
બીજી ઘણી 
બહેન-દીકરીઓનાં 
વસ્ત્રાહરણ થઇ રહ્યાં છે...
આ કલિયુગમાં...
આ ભારત માં..
ને 
તમે 
મહાભારત 
ફરી 
શરુ 
કેમ
કરતાં 
નથી?

આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971

સેવા

સેવા 

મા-બાપની,
સમાજની, 
દરદીની,
અબોલ જીવોની....
બધાયની સેવા 
કરી 
હોય.....
પણ,
રાષ્ટ્રની સેવા 
ના 
કરી 
હોય 
તો 
બધું જ 
વ્યર્થ ગણજો.

આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

અક્ષર

📝 અક્ષર   📝

જે દિવસથી 
પહેલો અક્ષર 
' ક '
ઘુંટવાનો શરુ કર્યો...
તે દિવસથી 
મારા જન્માક્ષર 
બદલાઈ ગયા...
ને 
મા સરસ્વતીની 
કૃપાથી 
આજે હું 
' ક ' થી ' કવિતા '
સુધી પહોંચી ગયો!!


આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

ઝંખના

🙎‍♂ઝંખના 🙎‍♀

લગ્નનાં ઘણાં વર્ષો બાદ 
આવેલા સંતાનયોગનાં 
અવસરે... એ માણસ
જાહેરમાં સહુને કહેતો 
હતો કે દીકરીનું નામ 
રાખવાનો છે એ...
"ઝંખના"...
...
પણ 
દીકરો જ અવતરે 
એવી એની 
અંદરથી 
હતી 
ઝંખના  !!


આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

રંજ

🎲 રંજ 🎲

રંજ એ 
ન હતો 
કે હું સંબંધોની 
શતરંજમાં 
હારી ગયો...
પણ,
રંજ 
એ વાતનો 
હતો કે 
મારા પોતાનાઓ એ જ
ખોટી ચાલ ચાલીને મને 
હરાવી દીધો...


આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

મીરાં

મીરાં


મીરાંબાઇ ની યાદ માં 
દ્વારકા માં એક 
મીરાં નગર બનાવવું 
જોઇએ..
અને 
ત્યાંથી દ્વારકાધીશનાં મંદિર 
સુધી નાં રસ્તા નું નામ 
ભક્તિ માર્ગ રાખવું જોઈએ.


જય દ્વારકાધીશ,
આભાર 
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971

કવિતા

🚑   કવિતા  🚑


કવિતા 
એટલે 
કવિની
નજરથી 
લેવાયેલો 
એક્ષ-રે.


આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com