Wednesday, September 5, 2018

ચણતર

05-09-2018
/ ચણતર /

છંદ - મંદાક્રાન્તા

મા-બાપા આ, ચણતર કરે, પીંડનું દેહ રૂપે,
સંસ્કારોના, સુશિક્ષણ થકી, શાન એમાં ભરીને.
તારી દે છે, શિક્ષક જ પછી, જ્ઞાન આપી જનોને.



પ્રથમ શિક્ષકો મા-બાપને
વંદન આજે શિક્ષક દિને,

આભાર,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
mauliknavicharo.blogspot.com

Tuesday, September 4, 2018

એક્ષ-રે

☆બાયોમેડીકલ કવિતા 
એક્ષ-રે /


હે
પ્રભુ
મને
એવી
એક્ષ-રે
દ્દષ્ટિ 
આપ 
જેથી 
હું 
સંસારની
મોહમાયાની
આરપાર 
જોઈ
શકું !



મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
mauliknavicharo.blogspot.com



☆બાયોમેડીકલ કવિતા- 
આ પ્રકારની કવિતામાં મેડીકલ અને એન્જીનીયરીંગ વિષયને 
માનવીય સંવેદના સાથે વણી લીધી છે. 
આ મારો નમ્ર પ્રયાસ છે કશુંક મૌલિક સર્જન કરવાનો.

બાયોમેડીકલ કવિતા

☆બાયોમેડીકલ કવિતા


કવિતા 
એટલે 
કવિની 
નજરથી 
લેવાયેલો
એક્ષ-રે.


મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
mauliknavicharo.blogspot.com



☆બાયોમેડીકલ કવિતા- 
આ પ્રકારની કવિતામાં મેડીકલ અને એન્જીનીયરીંગ વિષયને 
માનવીય સંવેદના સાથે વણી લીધી છે. 
આ મારો નમ્ર પ્રયાસ છે કશુંક મૌલિક સર્જન કરવાનો.

ઈચ્છાચક્ર


આધુનિક કવિતા. 



પાંદડું 
એક
ખરે
થાય
તૃપ્ત
વૃક્ષની 
ઈચ્છા 
એક,
બીજી 
ઇચ્છા 
વૃક્ષની 
જાગે
પછીથી 
ઊગે 
બીજે 
પાંદડે. 



મૌલિક "રસિક" શાહ 
9824019971





Welcome to my blog.
ભલે પધાર્યા.
આનંદ થયો. 

Monday, September 3, 2018

તલપ

04-09-2018
/તલપ /

બીજી ન હતી કોઈ એનામાં લત કે લપ,
બસ રોજ બે-ચાર સિગારેટની એને તલપ,
કર્યા હતાં છોડવા એણે ઘણાંબધાં તપ,
આવ્યા નહીં પણ એકેય ઉપચાર એને ખપ;
થઇ ગઈ એની જિંદગી પછી સાવ અલ્પ.


મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
mauliknavicharo.blogspot.com

અબોલા

03-09-2018
/અબોલા /


અબોલ
જીવો
વચ્ચે
એવું
તો
શું
થયું
હશે
કે
એક જ આકાશમાં
ને એક જ ધરતી
પર સમાન હક્કથી
ઝુંડમાં કે ટોળામાં
સાથે
રહેવા છતાં
હજી સુધી
તોડી
શક્યાં
નથી
પરસ્પરનાં
અબોલા?


જન્માષ્ટમીની શુભેચ્છાઓ,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
mauliknavicharo.blogspot.com