Sunday, January 11, 2015

O' Mother, there is no other...


મારી માડી 


મીઠી માડી, મધુર ટહુકો, જાત એની ઉંચેરી.
કાર્યો એનાં, સમયસર ને, આંગણું રોજ ચોખ્ખું. 
સૌને માટે, હરખ કરતી, આવકારે ખુશીથી.
સાદું જીવ્યાં, સરળ મન ને, પ્રેમ દીધો બધાંને.






Wednesday, November 26, 2014

simple life...



 વાંકાંચૂકાં, વિકટ પથ ને, સાવ સીધો જ માનું.

  તેથી હું તો, વગર ડર થી, જિંદગી રોજ માણું.



Tuesday, November 25, 2014

સમય





છે જો તારો, સમય હમણાં, તો રહેશે અશાંતી.

આજે તારો, સમય જ નથી, તો પછી સાવ શાંતી.

Monday, November 24, 2014

Move ahead




    પોતાઓનું, બહુ બધુ કર્યું, ચાલ આગે વધી જા. 

     પોતીકાથી, મુકત થઇ ને, લોક કાજે બળી જા.

Sunday, November 23, 2014

Mother




મા ની યાદે, ગદગદ થતો, કંઠ રૂંધાઇ જાતો.


આજીજી છે,  ભવ પરભવે, આજ માડી જ દેજો.




Thursday, November 20, 2014