Wednesday, September 12, 2018

ક્ષમાપનાનો દિવસ..

આજે સંવત્સરી...
પર્યુષણ નો અંતિમ દિવસ...
ક્ષમાપનાનો દિવસ...


(તોટક છંદ)

ચલ માફ કરી હળવો થઇ જા,
મન સાફ કરી સરખો થઇ જા,
મનવા કર તું હમણાં પ્રતિજ્ઞા,
દિલથી સહુને બસ આપ ક્ષમા.

આપ સહુને અમારા તરફથી 
મન, વચન અને કાયાથી 
મિચ્છામી દુક્કડમ...

-મૌલિક "રસિક" શાહ પરિવાર.
mauliknavicharo.blogspot.com

Thursday, September 6, 2018

પર્યુષણ મહાપર્વ દ્વિતીય દિવસ


7th September 2018

પર્યુષણ મહાપર્વ
દ્વિતીય દિવસ


પ્રથમ દિવસે આપ સૌએ વ્રત કર્યા હશે...

સ્નેહીજનોને ક્ષમાપના પાઠવી હશે...

ક્ષમાપનામાં માત્ર તમારા કર્મ વિષેની માફી માંગો છો.

તમારે તમારી જાતને બદલવી છે તો..પ્રાયશ્ચિત કરો..

પ્રાયશ્ચિત કરવાથી તમે અંદરથી બદલાશો.

અંદરથી ચોખ્ખાં થઇ જાવ.


"બહાર બધું ચોખ્ખું 
                     ને અંદર કરો ન સાફ
વાણી વર્તન અલગ
                      તો ઇશ્વર કરે ન માફ."


અંદરથી ચોખ્ખાં થવા તરફ આગળ વધો.
આમ કરતાં કરતાં....
બાહ્યતપથી શરૂ કરીને આંતરતપ તરફ આગળ વધો. 

આમ કરીને ચાલો, દ્વિતીય દિવસને અદ્વિતીય બનાવીએ.


મૌલિક "રસિક" શાહ 
9824019971




પર્યુષણ મહાપર્વ પ્રથમ દિવસ


6th September 2018

પર્યુષણ મહાપર્વ
પ્રથમ દિવસ


જેણે છોડયા ઘન, વૈભવ, સ્નેહીજનો પામવા  પરમતત્વને,
એની પાસે કેવી રીતે મંગાય એ બધું જે જોઈએ આપણને?

આજે દેરાસર જઈને ભગવાન મહાવીર પાસે 
એમની જેમ સઘળું ત્યજી શકીએ તેવી શકિત માંગો.

આજે ઉપવાસ કરવાના છો..
તો..
ચાલો...
મોબાઇલ...
ગુસ્સો..
લાલચ..
અદેખાઇ..
ખાવાનું છોડવાની સાથે ...આ બધું પણ છોડીએ...

આમ કરતાં કરતાં....
બાહ્યતપથી શરૂ કરીને આંતરતપ તરફ આગળ વધીએ.


મૌલિક "રસિક" શાહ 
9824019971





Wednesday, September 5, 2018

ચણતર

05-09-2018
/ ચણતર /

છંદ - મંદાક્રાન્તા

મા-બાપા આ, ચણતર કરે, પીંડનું દેહ રૂપે,
સંસ્કારોના, સુશિક્ષણ થકી, શાન એમાં ભરીને.
તારી દે છે, શિક્ષક જ પછી, જ્ઞાન આપી જનોને.



પ્રથમ શિક્ષકો મા-બાપને
વંદન આજે શિક્ષક દિને,

આભાર,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
mauliknavicharo.blogspot.com

Tuesday, September 4, 2018

એક્ષ-રે

☆બાયોમેડીકલ કવિતા 
એક્ષ-રે /


હે
પ્રભુ
મને
એવી
એક્ષ-રે
દ્દષ્ટિ 
આપ 
જેથી 
હું 
સંસારની
મોહમાયાની
આરપાર 
જોઈ
શકું !



મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
mauliknavicharo.blogspot.com



☆બાયોમેડીકલ કવિતા- 
આ પ્રકારની કવિતામાં મેડીકલ અને એન્જીનીયરીંગ વિષયને 
માનવીય સંવેદના સાથે વણી લીધી છે. 
આ મારો નમ્ર પ્રયાસ છે કશુંક મૌલિક સર્જન કરવાનો.

બાયોમેડીકલ કવિતા

☆બાયોમેડીકલ કવિતા


કવિતા 
એટલે 
કવિની 
નજરથી 
લેવાયેલો
એક્ષ-રે.


મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
mauliknavicharo.blogspot.com



☆બાયોમેડીકલ કવિતા- 
આ પ્રકારની કવિતામાં મેડીકલ અને એન્જીનીયરીંગ વિષયને 
માનવીય સંવેદના સાથે વણી લીધી છે. 
આ મારો નમ્ર પ્રયાસ છે કશુંક મૌલિક સર્જન કરવાનો.

ઈચ્છાચક્ર


આધુનિક કવિતા. 



પાંદડું 
એક
ખરે
થાય
તૃપ્ત
વૃક્ષની 
ઈચ્છા 
એક,
બીજી 
ઇચ્છા 
વૃક્ષની 
જાગે
પછીથી 
ઊગે 
બીજે 
પાંદડે. 



મૌલિક "રસિક" શાહ 
9824019971