Saturday, September 1, 2018

શ્રાવણ

શ્રાવણ….


ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનાની આકરી ગરમી 
સહન કર્યા પછી, અષાઢ અને શ્રાવણનાં
વરસાદમાં ભીંજાઈને વૃક્ષો, વનરાજી, પશુ, પંખી અને
સમગ્ર જીવ સૃષ્ટિને નવજીવન પ્રાપ્ત થાય છે. 
ચોતરફ હરિયાળી છવાઈ જાય છે અને જાણે 
લીલી વસંત આવી હોય એવો સહુને અહેસાસ થાય છે,
જ્યારે તમે સઘળું પામી ચૂક્યાં છો ....
...
...
તેવી લાગણી થાય અને તેવો અનુભવ કરો….
બસ ત્યારથી જ......
...
...

જીવ થી શિવ તરફની ગતિ કરવાનો પ્રારંભ કરવો જોઈએ...
અને એનાં પ્રથમ પગલાં સ્વરૂપે એટલે જ વ્રત, ઉપવાસ 
જેવા બાહ્યતપ થકી અંતર ની શુદ્ધિની શરૂઆત 
પવિત્ર શ્રાવણ માસથી કરવામાં આવે છે,

આપ સૌને શ્રાવણ મુબારક,
મૌલિક “રસિક” શાહ
અમદાવાદ
૯૮૨૪૦૧૯૯૭૧
mauliknavicharo.blogspot.com

No comments:

Post a Comment