ઉર્મિલા
ચતુર કરો વિચાર.
જો
લક્ષ્મણ
ઉર્મિલાને
વનમાં સાથે
લઈ ગયો
હોત...
તો
રામાયણ
થાત ??
આભાર,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
શ્રાવણ….
ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનાની આકરી ગરમી
સહન કર્યા પછી, અષાઢ અને શ્રાવણનાં
વરસાદમાં ભીંજાઈને વૃક્ષો, વનરાજી, પશુ, પંખી અને
સમગ્ર જીવ સૃષ્ટિને નવજીવન પ્રાપ્ત થાય છે.
ચોતરફ હરિયાળી છવાઈ જાય છે અને જાણે
લીલી વસંત આવી હોય એવો સહુને અહેસાસ થાય છે,
જ્યારે તમે સઘળું પામી ચૂક્યાં છો ....
...
...
તેવી લાગણી થાય અને તેવો અનુભવ કરો….
બસ ત્યારથી જ......
...
...
જીવ થી શિવ તરફની ગતિ કરવાનો પ્રારંભ કરવો જોઈએ...
અને એનાં પ્રથમ પગલાં સ્વરૂપે એટલે જ વ્રત, ઉપવાસ
જેવા બાહ્યતપ થકી અંતર ની શુદ્ધિની શરૂઆત
પવિત્ર શ્રાવણ માસથી કરવામાં આવે છે,
આપ સૌને શ્રાવણ મુબારક,
મૌલિક “રસિક” શાહ
અમદાવાદ
૯૮૨૪૦૧૯૯૭૧
mauliknavicharo.blogspot.com
ઘર
“મારા વહાલાં સંતાનો,
વાણી અને વિચાર સ્વંત્રતાનું આકાશ તમને આપું,
વિશ્વાસનાં પાયાને ટકાવે તેવી ધરતી તમને આપું,
શુદ્ધ નિર્મળ પ્રેમ જેવા જળ થી તેને સિંચું,
ઉદારતાનો પ્રાણવાયુ વહેતો કરાવું,
કુટુંબ માટે કુરબાની આપવાની તત્પરતા સમો જઠરાગ્નિ દરેકમાં પ્રગટાવું,
આ પાંચ મહાતત્વો થકી નિર્માણ કરું આપણાં “ધરતી ના છેડા” ઘર નું હું.”
…
...
આવી ઉત્તમ ભાવના સાથે બનાવેલાં ઘર ને,
પિતાશ્રી ના મૃત્યુનાં બીજે જ મહિને વેચી ને....
બંને દિકરાઓએ પરા વિસ્તારમાં
આલીશાન “ફ્લૅટ” લઈ લીધો !!!!
આભાર,
મૌલિક “રસિક” શાહ
અમદાવાદ
૯૮૨૪૦૧૯૯૭૧
mauliknavicharo.blogspot.com
🕶⛑શણગાર 👟🎓
બ્રાંડેડ કપડાં અને તેને મેચ થાય
તેવી જાત જાતની એસેસરીઝનો
શણગાર સજીને કોલેજ જવા
નીકળેલા કોઈ કોલેજીયનનાં
વાહન સાથે ભુલેચુકે તમારું વાહન અથડાઈ જાય ત્યારે...
એક
નાનકડા ઝગડા પરથી ક્ષણવારમાં
સમજાય છે કે....
આ વસ્ત્રો આદિ ના શણગારની
જગ્યાએ...એમણે
એમની વાણી અને વર્તનમાં "વિનય" અને "વિવેક" જેવા સંસ્કાર નો શણગાર
કર્યો હોત તો...!!!
આભાર,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
mauliknavicharo.blogspot.com
/જીવતર /
એનું જીવતર એળે ગયું..
એવું પણ સાંભળવા મળે સમાજમાં...
અથવા
કહેનારા
એમ પણ કહેશે...કે..
એનું જીવતર ધન્ય થઇ ગયું...
એ બધું...
સાંભળવા કરતાં....
અંતિમ શ્વાસ લેતાં લેતાં..
માવતર
જો એમ કહે કે..
દીકરા....
"તેં અમારું જીવતર સાર્થક કર્યું",
ત્યારે જ,
મારું
જીવન
બનશે
સાર્થક અને પથદર્શક.
આભાર સહ,
મૌલિક "રસિક " શાહ
અ મ દા વા દ.
9824019971
mauliknavicharo.blogspot.com
audiobooksofmaulikshahblogspot.com
/પ્રતીક્ષા....⌚/
આઈસીયૂ
માં
મરણ પથારીએ પડેલ
દરદી ને હતી મૃત્યુ ની પ્રતીક્ષા...
એની પત્ની ને હતી...
"સારું થઇ ગયું છે"
તેવા સમાચાર ની પ્રતીક્ષા...
ને....
!
!
!
!
!
!
!
!
વારસદારો
ને પણ હતી....
પ્રતીક્ષા...!!!!!
શેની?
જવાબ
જાણવા
માટે....
થોડી.........
રાહ જુઓ!!
આપ સમજદાર છો.
રાહ જોવા બદલ...
આભાર,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
audiobooksofmaulikshah.blogspot.com
/સાધના/
મારી શિક્ષણ સાધના..
કેમ?
કોના માટે?
કયા કારણથી?
કેવી રીતે?
કોણ હું?
ક્યાંથી આવ્યો?
ક્યાં જવાનો?
વગેરે વિષયોનાં
જ્ઞાનયોગ માંથી
પસાર થઈને
આજે
'કર્મયોગ'
પર આવીને અટકી છે.
આભાર.
આપનો આત્મીય,
મૌલિક "રસિક" શાહ
અમદાવાદ
9824019971
audiobooksofmaulikshah.blogspot.com